દિલ્હી: ભાજપના સાંસદો માટે સંસદના લાઈબ્રેરી ભવનમાં ટ્રેનિંગ પ્રોગ્રામ 'અભ્યાસ વર્ગ'નું આયોજન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બીજેપી સાંસદો માટે આયોજિત 'અભ્યાસ વર્ગ' માં નેતાઓનું માર્ગદર્શન કરશે.

દિલ્હી: ભાજપના સાંસદો માટે સંસદના લાઈબ્રેરી ભવનમાં ટ્રેનિંગ પ્રોગ્રામ 'અભ્યાસ વર્ગ'નું આયોજન 

હિતેન વિઠલાણી, દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બીજેપી સાંસદો માટે આયોજિત 'અભ્યાસ વર્ગ' માં નેતાઓનું માર્ગદર્શન કરશે. પીએમ મોદીએ શનિવારે સવારે સંસદના લાઈબ્રેરી ભવનમાં આયોજિત કાર્યશાળાનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટનસત્ર મળીને 2 દિવસમાં કુલ 9 સત્ર હશે. અભ્યાસ વર્ગના પ્રથમ સત્રમાં બીજેપી કાર્યકારી અધ્યક્ષ જે પી નડડાના ભાષણથી કાર્યક્રમની શરૂઆત થઈ. કાર્યક્રમની શરૂઆત વડાપ્રધાન મોદીએ દીપ પ્રગટાવીને કરી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર હતાં. 

અભ્યાસ વર્ગના પ્રથમ સત્રમાં બીજેપી કાર્યકારી અધ્યક્ષ જે પી નડડાના ભાષણથી કાર્યક્રમની શરૂઆત થઈ. શનિવારે સાંજે બીજેપી અધ્યક્ષ અમિત શાહ પાર્ટી સાંસદો ને સંબોધિત કરશે. બે દિવસીય સાંસદોની કાર્યશાળા ના સમાપન સત્ર ને પીએમ મોદી સંબોધિત કરશે. અલગ અલગ સત્રો દરમ્યાન બીજેપી ની વિચારધારા, સંસદીય પ્રક્રિયા, નવા ભારત ની સંકલ્પના, સંઘટન, સાંસદો ના અનુભવ, સોશ્યિલ મીડિયા જેવા વિષયો પર ચર્ચા કરાશે.

Instructions given to MPs

બીજેપી એ આ શનિવાર અને રવિવાર એ પોતાના તમામ સાંસદો અને મંત્રિયો ને દિલ્હી રહેવાનું કહ્યું હતું. કારણકે આ બે દિવસ માં તમામ સાંસદો ને ટ્રેનિંગ અપાશે. આ 2 દિવસીય અભ્યાસ વર્ગ સાંસદો ને સદનમાં કામકાજ ની બેસિક માહિતી આપવા માટે લેવાઈ રહ્યો છે, પણ સૂત્રો મુજબ આ અભ્યાસ વર્ગ માં સાંસદો ને ફટકાર લગાવવામાં આવશે. પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ પાર્ટી ના નિયમ અને નિર્ણય મુજબ કામ ન કરવા વાળા સાંસદો ને ફટકાર લગાવી શકે છે.  

જુઓ LIVE TV

હાલ માં જ પીએમ નરેન્દ્ર મોદી એ સદનમાં સાંસદો ની ઉપસ્થિતિ અને સંસદ ની કાર્યવાહી માં એમની ભાગીદારી ને લઈ સાવચેત કર્યા હતા. કયા સાંસદ ની સંસદમાં કેટલી ભાગેદારી રહી, કોની કેટલી ઉપસ્થિતિ રહી તેને લઈ બીજેપી એ 3-4 ઓગસ્ટ 2 દિવસ સાંસદો માટે "અભ્યાસ વર્ગ" કાર્યક્રમ આયોજીત કરવાનો નિર્ણય લીધો છે.

અભ્યાસ વર્ગના સત્રોમાં સાંસદોને કોઈ પણ મુદ્દે સારી રીતે હોમવર્ક કરવાની સલાહ આપવામાં આવશે. સૂત્રો મુજબ મળેલી માહિતી અનુસાર આવું વારંવાર જોવા મળ્યું છે કે ગમે તે વિષય પર ચર્ચા દરમ્યાન સાંસદો ની માહિતી અધૂરી રહી જાય છે. એવામાં સૌથી મહત્વ ની વાત એ કે સંબંધિત વિષય પર કેવી તૈયારી કરવી અને સાંસદો એ આના માટે શુ વિશેષ કરવું જોઈએ આ તમામ મુદ્દાઓ પર વિસ્તૃત માહિતી તેમને 2 દિવસીય અભ્યાસ વર્ગમાં આપવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news